અમેરિકાએ નારાજ થઇ પાક.ની મદદ બંધ કરી

અમેરિકાએ નારાજ થઇ  પાક.ની મદદ બંધ કરી

પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફની ઓબામાની મુલાકાત પર અજાણતા વ્યકત કર્યા બાદ અમેરિકાએ પાકિસ્તાનની સેનાને અપાતી મહત્વપૂર્ણ મદદ બંધ કરી છે. અમેરિકાએ આ પગલાનું કારણ એ બતાવ્યું છે કે પાકિસ્તાન હકકાની નેટવર્ક વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરી શકયુ નથી. આ બાબતમાં પાકિસ્તાની અખબાર ડોનની વેબસાઇટ પર એક રિપોટર્ છપાયો છે તે અનુસાર અમેરિકાએ કહ્યું કે તે કોંગ્રેસ સાથે એ વાતનો સંતોષ વ્યકત કરશે નહીં કે નોર્થ વજીરિસ્તાનમાં પાકિસ્તાનના આતંક વિરોધી અભિયાને હક્કાની નેટવર્કને કોઇ નુકસાન પહોંચાડયું છે….

Read More

રાધે માએ સેક્સ માણવાની ફરજ પાડી હતીઃ ડોલી બિંદ્રા

રાધે માએ સેક્સ માણવાની  ફરજ પાડી હતીઃ ડોલી બિંદ્રા

વિવાદાસ્પદ ગોડવુમન રાધે માના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. બીગ બોસ કાર્યક્રમમાં ભાગ લઇ ચુકેલી ડોલી બિંદ્રાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, રાધે માએ સેક્સ માણવાની તેને ફરજ પાડી હતી. જો ડોલી બિંદ્રાના આક્ષેપો સાચા સાબિત થશે તો રાધે માંના કેસમાં એક નવો વળાંક આવી શકે છે અને તેમની તકલીફ વધી શકે છે. એક નવી વેબસાઇટે ડોલી બિંદ્રાને ટાંકીને કહ્યું છે કે, એક વ્યક્તિની સાથે સેક્સ માણવાની રાધે માં દ્વારા તેને ફરજ પાડવામાં…

Read More

જેનિફર લોરેન્સ વિશ્વની સૌથી મોંઘી અભિનેત્રી બની

જેનિફર લોરેન્સ વિશ્વની સૌથી મોંઘી અભિનેત્રી બની

ફોર્બ્સ ૨૦૧૫ના હાઇએસ્ટ પેઇડ કલાકારોની યાદીમાં બોલિવુડ કલાકારો પણ સામેલ છે. પરંતુ તેમાં અભિનેત્રીઓ સ્થાન મેળવી લેવામાં સફળ રહી નથી. સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીની યાદીમાં હંગર ગેમ્સ સ્ટાર અભિનેત્રી અને સૌથી મોટી સેલિબ્રિટી જેનિફર લોરેન્સ ૫.૨ કરોડ ડોલરની કમાણી સાથે પ્રથમ ક્રમાંકે છે. તે અગાઉ પણ આ તાજ મેળવી ચુકી છે. જેનિફર લોરેન્સ છેલ્લા કેટલાક સમયથી સૌથી વધારે માંગ ધરાવતી સ્ટાર છે. જ્યારે અભિનેતાઓની યાદીમાં હાઇએસ્ટ પેઇડ અભિનેતામાં ટોપ પર આઇરન મેન એભિનેતા રોબર્ટ…

Read More

નાવેદના તોઇબાના આકાઓના ફોટા અને વિગતો જારી

નાવેદના તોઇબાના આકાઓના ફોટા અને વિગતો જારી

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ઉધમપુરમાં ત્રાસવાદી હુમલા દરમિયાન જીવતા ઝડપાઇ ગયેલા પાકિસ્તાની ત્રાસવાદી નાવેદ યકુબના આકાઓના વાસ્તવિક ફોટાઓ અને વિગતો હવે જારી કરવામાં આવી છે. તપાસ સંસ્થાઓના જણાવ્યા મુજબ અબુ કાસીમ ઉર્ફે અબ્દુલ રહેમાન ૨૮ વર્ષની આસપાસનો છે જ્યારે અબુ અક્શા આશરે ૧૮ વર્ષનો છે. તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા ભારતમાં અનેક ત્રાસવાદી હુમલાને અંજામ આપનાર ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના સાગરીત અબુ કાસીમ અને અબુ અક્શાની ધરપકડ તરફ દોરી જનાર કોઇ પણ પ્રકારની માહિતી આપનારને…

Read More

દાઉદનો પાક.માં કાયમી વસવાટ, ખુલાસામાં નવું કશું જ નહીંઃ રાજનાથ

દાઉદનો પાક.માં કાયમી વસવાટ,  ખુલાસામાં નવું કશું જ નહીંઃ રાજનાથ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, આતંકવાદી માસ્ટર માઇન્ડ અને અપરાધી દાઉદ ઇબ્રાહીમ કાયમીરીતે પાકિસ્તાનમાં જ રહેતો આવ્યો છે. અલબત્ત તે પાકિસ્તાનમાં જુદા જુદા સ્થળ ઉપર રહેતો આવ્યો છે પરંતુ જગ્યાઓ વારંવાર બદલી કાઢે છે. એક કાર્યક્રમના ભાગરુપે લખનૌ પહોંચેલા રાજનાથસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના લોકો તેમની જગ્યાઓ બદલતા રહે છે. મોટાભાગે તે પાકિસ્તાનમાં જ રહે છે. રાજનાથસિંહના સૂચન એવા સમયે આવ્યા છે જ્યારે…

Read More

પાકિસ્તાન બેનકાબઃ દાઉદ કરાચીમાં જ હોવાના નવા પુરાવા મળ્યા

પાકિસ્તાન બેનકાબઃ દાઉદ કરાચીમાં જ હોવાના નવા પુરાવા મળ્યા

વર્ષ ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય અપરાધી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ હાલમાં પાકિસ્તાનના કરાચીમાં હોવાનો ધડાકો નવા અહેવાલમાં કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગયુ છે. દાઉદ કરાચીમાં હોવા અંગેના નવા પુરાવા હાથ લાગ્યા છે. પાકિસ્તાન ભલે દાઉદ પાકિસ્તાનમાં હોવાનો ઇન્કાર કરે છે પરતુ તેના મામલે નવા પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવા સાબિત કરે છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે. તેની પાસે ત્રણ પાસપોર્ટ પણ છે. એક અગ્રેણી અંગ્રેજી…

Read More

ન હુર્રિયત, ન કાશ્મીર માત્ર આતંકવાદ મુદ્દે થશે વાત

ન હુર્રિયત, ન કાશ્મીર માત્ર આતંકવાદ મુદ્દે થશે વાત

ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તર પર વાતચીત પર પાકિસ્તાનને જવાબ આપતા ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દરેક વાતચીત રચનાત્મક મંત્રણા હોઈ શકે નહીં. એનએસએ સ્તરની વાતચીતને રચનાત્મક સ્તરની મંત્રણા તરીકે ગણી શકાય નહીં. સુષ્મા સ્વરાજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, દરેક વાતચીતનો એક સંદર્ભ હોય છે. રચનાત્મક મંત્રણા જ માત્ર મંત્રણા છે. બાકીની વાતચીત સામાન્ય વાતચીત હોય છે. એનએસએ સ્તર પર વાતચીત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર થશે. ત્રાસવાદ…

Read More