રાજ્યભરમાં રેલી દ્વારા પાટીદારોનું શક્તિ પ્રદર્શન

રાજ્યભરમાં રેલી દ્વારા પાટીદારોનું શક્તિ પ્રદર્શન

પાટીદાર અનામત આંદોલન વધુ તીવ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચંડ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે રાજ્યના વિવિધ ભાગોમાં રેલીઓ યોજાઈ હતી, જેમાં મહેસાણા, પ્રાંતિજ, મોડાસા, નર્મદા, સાબરકાંઠા, પાટણનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓએ પાટીદાર સમુદાયના લોકોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સરકાર ઉપર દબાણ વધાર્યું હતું. અનામત આંદોલન સરકાર માટે દિનપ્રતિદિન સમસ્યા વધારી રહ્યું છે. અમદાવાદમાં ૨૫મી ઓગસ્ટના દિવસે રિવરફ્રન્ટ…

Read More

એરપોર્ટ ખાનગીકરણ માટેની યોજના અંતે પડતી મૂકી દેવાઇ

એરપોર્ટ ખાનગીકરણ માટેની  યોજના અંતે પડતી મૂકી દેવાઇ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકારે ચાર મોટા વિમાનીમથકના ખાનગીકરણની યોજના પડતી મુકી દીધી છે. અમદાવાદ અને જયપુર વિમાની મથકના ખાનગીકરણ માટેની યોજના પણ આમાં સામેલ છે. ચાર મોટા વિમાનીમથક ચેન્નઈ, કોલકત્તા, જયપુર અને અમદાવાદના વિમાનીમથકના ખાનગીકરણની યોજના બનાવવામાં આવી હતી, જે હવે પડતી મુકવામાં આવી છે. જ્યારે ચેન્નઈ અને કોલકત્તા ખાતેના વિમાનીમથકો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે. જ્યારે જયપુર અને અમદાવાદ વિમાનીમથક માટે નવેસરથી બિડીંગ આમંત્રિત કરવામાં આવશે. ખાનગી કંપનીઓ પાસેથી બિડ આમંત્રિત…

Read More

આઇએસઆઇ અધિકારીઓના સંપર્કમાં હોવાની આતંકી નાવેદની કબૂલાત

આઇએસઆઇ અધિકારીઓના સંપર્કમાં હોવાની આતંકી નાવેદની કબૂલાત

કાશ્મીરમાં ધરપકડ પાકિસ્તાની આતંકી નાવેદનું જુઠ્ઠાણુ પકડાઇ ગયું છે.સેન્ટ્રલ ફોરેસિંક લેબોરેટરીમાં થયેલ લાઇ ડિટેકટર ટેસ્ટ ખુલાસો થયો છે કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇટર સર્વિસ ઇટેલિંજેંસ (આઇએસઆઇ)ના અધિકારીઓને મળ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર પુછપરછમાં આતંકી નાવેદે કબુલ કર્યું છે કે તે તાલિમ કેમ્પ દરમિયાન આઇએસઆઇના મોટા અધિકારીઓને મળ્યો હતો. પાકિસ્તનની આઇએસઆઇના લોકો પણ લશ્કરની તાલિમ કેમ્પમાં હાજર રહેતા હતાં. તેમાં અબુ તલ્હા પણ સામેલ છે જો કે આ પહેલા તે પુછપરછમાં…

Read More

બેંગકોક મંદિર બ્લાસ્ટઃ શકમંદના સ્કેચ જારી કરી ઇનામ જાહેર

બેંગકોક મંદિર બ્લાસ્ટઃ શકમંદના સ્કેચ જારી કરી ઇનામ જાહેર

થાઈલેન્ડના પાટનગર બેંગકોકના ચિડલોમ જિલ્લામાં સ્થિત ભગવાન બ્રહ્માના ઈરાવન મંદિરમાં થયેલા બોંબ બ્લાસ્ટના મામલામાં ચાલી રહેલી તપાસ વચ્ચે થાઈલેન્ડ પોલીસે હવે મુખ્ય શકમંદનો સ્કેચ જારી કરી દીધો છે. સાથે-સાથે ૨૮૦૦૦ ડોલરના ઈનામની જાહેરાત પણ કરી છે. મંગળવારના દિવસે બેઠકોનો દોર યોજાયો હતો. ત્યારબાદ સીસીટીવી ફુટેજના આધાર ઉપર પોલીસે તપાસ હાથ ધરી હતી અને અંતે સ્કેચ જારી કરાયો હતો. જેમાં એક યુવાન યલો ટિશર્ટમાં નજરે પડે છે. સાથે-સાથે બ્લેક ગ્લાસીસ પણ પહેરાલા છે. મીડિયમ લંબાઈના કાળા…

Read More

દહેજ કેસમાં રાધે માની કડક પૂછપરછદહેજ કેસમાં રાધે માની કડક પૂછપરછ

વિવાદોમાં ઘેરાયેલી અને જાતે બની બેઠેલી સાધ્વી સુખવિન્દર કૌર ઉર્ફે રાધેમાંની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. દહેજ શોષણના મામલામાં આજે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં રાધે માં ફરી ઉપસ્થિત થઈ હતી. પોલીસ દ્વારા રાધે માંની ફરી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, પોલીસે રાધે માં સમક્ષ ૨૫ મિનીટમાં શ્રેણીબદ્ધ પ્રશ્નો કર્યા હતા. પોલીસે એક મહત્વપૂર્ણ પ્રશ્ન કરતા એ વ્યક્તિ અંગે પ્રશ્ન કર્યો હતો જે ડેડીના નામથી ઓળખાય છે. તેનું નામ ભોગ બનેલી મહિલાના નિવેદનમાં અનેક…

Read More

નીતિશ-કેજરીવાલ દિલ્હીમાં એકમંચ પરઃ મોદી પર પ્રહારો

નીતિશ-કેજરીવાલ દિલ્હીમાં એકમંચ પરઃ મોદી પર પ્રહારો

નિતિશકુમાર સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જ જમીન ઉપર આકરા પ્રહારો કર્યાના એક દિવસ બાદ આજે બિહારના મુખ્યમંત્રીએ વળતા પ્રહાર દિલ્હીમાં કર્યા હતા. બિહાર સમ્માન સમારોહના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નિતિશકુમારે પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકાર રાજ્યોના મામલાઓમાં દરમિયાનગિરી કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેજરીવાલે પણ નિતિશકુમારની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર ઉપર પ્રહારો કર્યા હતા. બિહારના મુખ્યમંત્રીએ એએપીની સરકાર ચુંટી કાઢવા બદલ દિલ્હીના…

Read More

ઉપહાર અગ્નિકાંડઃ અંસલ બંધુને જેલમાંથી મુક્તિ

ઉપહાર અગ્નિકાંડઃ અંસલ બંધુને જેલમાંથી મુક્તિ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ઉપહાર અગ્નિકાંડ મામલામાં અંસલ બંધુઓને જેલમાં જવાની કોઈ જરૂર નથી. આ અગ્નિકાંડના બનાવમાં ૫૯ લોકોના મોત થઈ ગયા હતા. ૧૯૯૭માં ફિલ્મ ચાલી રહી હતી ત્યારે થિયેટરમાં આગ ફાટી નિકળી હતી. ગુંગળામણ અને આગના કારણે ૫૯ લોકોના મોત થઈ ગયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે અંસલ બંધુઓ ઉપર ૬૦ કરોડ રૂપિયાનો જંગી દંડ લાદ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, આ દંડની રકમ ત્રણ મહિનાની અંદર…

Read More

પાટીદારોની આક્રમકતા સામે સરકારનું સમાધાનકારી વલણ

પાટીદારોની આક્રમકતા સામે સરકારનું સમાધાનકારી વલણ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૨૫મીએ યોજાનારી પાટીદારોની ક્રાંતિ રેલીને રોકવાની ભારે કવાયત છતાં રાજ્ય સરકાર ઉંધા માથે પટકાઈ છે. પાટીદાર સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠકોનો દોર નિષ્ફળ રહેતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બાદ હવે પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલીને રિવરફ્રન્ટ ખાતે યોજવાની મંજુરી આપી નથી અને રિવરફ્રન્ટના બદલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેલી યોજવાનું સૂચન કર્યું છે.પોલીસ કમિશનરના આ નિર્ણયના વિરોધમાં પાટીદાર સમાજના પ્રતિનિધિઓ તાબડતોડ અનશન પર ઉતરી ગયા છે. આજે રિવરફ્રન્ટ ઉપર…

Read More

પાક.નું નાપાક કૃત્યઃ અલગાવવાદી નેતાને આમંત્રણ

પાક.નું નાપાક કૃત્યઃ અલગાવવાદી નેતાને આમંત્રણ

ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત યોજાય તે પહેલાં જ પાકિસ્તાને ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. ભારત તરફથી ભૂતકાળમાં કરવામાં આવેલા વિરોધને નજર અંદાજ કરીને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશને તેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજને મળવા કાશ્મીરી અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપ્યું છે. ૨૩મી ઓગસ્ટના દિવસે એનએસએસ્તરની વાતચીત યોજાનાર છે. આ પહેલા જ વાતચીત ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. મળેલી માહિતી મુજબ, પાકિસ્તાની હાઈ કમિશને કાશ્મીરી અલગતાવાદીઓને સરતાઝ અજીજ…

Read More