રાજકોટના સ્મશાનમાં શ્વાનને અપાયો અગ્નિદાહ

રાજકોટના સ્મશાનમાં શ્વાનને અપાયો અગ્નિદાહ

જેની શ્વાન નહી, અમારી દિકરી હતી…’ ભીની આંખે યુવા દંપતિએ દિકરીને અલવિદા કહી…જાગૃતિબેન અને રાહુલભાઇ ત્રિવેદી શોકગ્રસ્ત છે. ગઇરાત્રે પ્રાણ પ્યારી દિકરી જેનીને રુટીન પ્રમાણે રાહુલભાઇ રેસકોર્ષ ફરવા લઇ ગયા. જેની ગાડીમાંથી ઉતરી ત્યાં જ એક ફુલ સ્પીડ સ્કુટી ચાલકે અડફેટે લીધી…રાહુલભાઇએ ખૂબ સારવાર કરાવી પણ દિકરીને બચાવી ન શકયા. જેનીએ વિદાય લીધી. દંપત્તિ પડી ભાંગ્યુ, રાહુલભાઇએ જેનીને જાજરમાન વિદાય આપવા નિર્ણય કર્યો. રાત્રે રાજકોટના સ્મશાનમાં ફર્યા, કોઇએ શ્વાનને અગ્નિ સંસ્કારની મંજુરી ન આપી. સવારે…

Read More

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શ્રાવણી સરવડા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શ્રાવણી સરવડા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદના ત્રીજા રાઉન્ડની વિધિવતરીતે શરૂઆત થઈ ચુકી છે. શ્રાવણ માસની શરૂઆત થવાની સાથે જ ત્રીજા દોરના વરસાદની પણ શરૂઆત થઈ ચુકી છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આજે વરસાદ થયો હતો. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ, બપોર બાદ રાજકોટમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો અને આશરે એક કલાક સુધી વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાના અહેવાલ મળ્યા છે. જેધપુર શહેર અને તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. મળેલી માહિતી…

Read More

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ છતાં ઇશાને બોલિવૂડમાં નિષ્ફળતા

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ છતાં  ઇશાને બોલિવૂડમાં નિષ્ફળતા

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ હોવા છતાં મોડલ અને અભિનેત્રી ઇશા ગુપ્તાને કોઇ સફળ ફિલ્મ હાથ લાગી રહી નથી. જેથી તેની ફિલ્મી કેરિયર પાટા પર આવી રહી નથી. જો કે તે આશાવાદી બનેલી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. થોડાક સમય પહેલા રિતિક રોશન સાથે સમય ગાળ્યા બાદ તેની ભારે ચર્ચા રહી હતી. રિતિકની સાથે મિત્રતા વધતા તેની ફિલ્મી કેરિયર આગળ વધી શકે છે. રિતિક બોક્સ ઓફિસ પર તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા…

Read More

નાવેદના બે સાગરિતના અંતે સ્કેચ જારીઃ ઊંડી શોધખોળ

નાવેદના બે સાગરિતના અંતે સ્કેચ જારીઃ ઊંડી શોધખોળ

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પાકિસ્તાની આતંકવાદી નાવેદના બે સાગરીતોના સ્કેચ જારી કરી દેવાયા છે. સ્કેચ જારી કરવામાં આવ્યા બાદ તેમની ઊંડી શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુના ઉધમપુર જિલ્લામાં બીએસએફની બસ ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સ્થાનિક લોકો દ્વારા ખતરનાક ત્રાસવાદી મોહમ્મદ નાવેદ યાકુબને જીવતો પકડી લેવાયો હતો. ત્યારબાદથી તેની આકરી પૂછપરછ ચાલી રહી છે. તેની પૂછપરછના આધાર ઉપર હવે બે પાકિસ્તાની આતંકવાદીઓના સ્કેચ જારી કરવામાં આવ્યા છે. આ આતંકવાદી હુમલામાં…

Read More

આતંકવાદના મામલે યુએઇ ભારતની સાથેઃ પાકિસ્તાનને ફટકો

આતંકવાદના મામલે યુએઇ ભારતની સાથેઃ પાકિસ્તાનને ફટકો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની યાત્રા ઐતિહાસિક સાબિત થઈ છે. પશ્ચિમ એશિયાની વ્યુહરચનામાં ભારતે મોટી હરણફાળ ભરી છે. કારણકે, યુએઈ દ્વારા પાકિસ્તાન સાથે તેના પરંપરાગત સંબંધોથી પીછેહઠ કરવામાં આવી છે અને ભારત સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. અબુધાબીની તેમની પ્રથમ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ આતંકવાદ સામે સહકાર કરવા સહમત થયા હતા. આ ઉપરાંત એકબીજાની મદદ કરવા માટે તૈયાર થયા હતા. અતિમહત્વપૂર્ણ બેઠક બાદ સંયુક્ત નિવેદન પણ જારી કરાયું…

Read More

હિમાચલમાં ભેખડ ધસી પડતાં ૧૦નાં મોત

હિમાચલમાં ભેખડ ધસી પડતાં ૧૦નાં મોત

હિમાચલ પ્રદેશમાં લોકપ્રિય શિખ ગુરુદ્વારા માનિકરણ ખાતે ભેખડ ધસી પડવાના બનાવમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ગુરુદ્વારા ઉપર ભેખડ ધસી પડવાના કારણે આ બનાવ બન્યો હતો. ભેખડ ધસી પડતા ગુરુદ્વારા પર બુલ્ડર્સ પડતાં આ બનાવ બન્યો હતો. કેટલાક લોકો બુલ્ડર્સ હેઠળ ફસાઈ ગયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી કરાઈ નથી, પરંતુ સાત મૃતદેહ મળી આવ્યા છે. ભેખડ ધસી પડવાના બનાવ બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના…

Read More

સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દિપક મિશ્રાને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ છેલ્લા થોડાક દિવસમાં જ એકપછી એક ધમકીઓ મળી રહી છે. દિલ્હી પોલીસને હવે સુપ્રીમ કોર્ટને બોંબથી ઉડાડી દેવાની ધમકી પણ મળી છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુને વધુ મજબુત કરવામાં આવી છે. ધમકી સંબંધિત એક ઈમેલ પણ મળી આવ્યો છે. પોલીસે ગઈકાલે જ એક ઈમેલ મળ્યા બાદ સુરક્ષા વધુ મજબુત કરીને સાવચેતીના પગલા લીધા છે. સુપ્રીમ કોર્ટના સંકુલ અને તેની આસપાસના વિસ્તારમાં તકેદારી વધારી…

Read More

બિહારની હરાજીની જેમ મોદીએ પેકેજની જાહેરાત કરીઃ નીતિશ

બિહારની હરાજીની જેમ મોદીએ પેકેજની જાહેરાત કરીઃ નીતિશ

બિહાર માટે ૧.૨૫ લાખ કરોડના ખાસ પેકેજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી નિતિશકુમારે તરત જ તેમની પ્રતિક્રિયા આપી હતી. નિતિશકુમારે કહ્યું હતું કે, નાણાકીય સહાયતા મેળવવાની બાબત રાજ્યનો અધિકાર છે. નિતિશકુમારે ટ્‌વીટર ઉપર કહ્યું હતું કે, મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજની વિગતોમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારબાદ જ કોઈ વધારે પ્રતિક્રિયા આપશે. ઘણા સમયથી ખાસ સહાયતાની માંગણી કરવામાં આવી રહી હતી. ખાસ સહાયતા અમારો અધિકાર છે. કોઈ માંગ કરવામાં આવી નથી….

Read More

બિહારને સવા લાખ કરોડના પેકેજની મોદીની જાહેરાત

બિહારને સવા લાખ કરોડના પેકેજની મોદીની જાહેરાત

બિહાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં લઈને મિશન બિહાર ઉપર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર માટે મહાકાય પેકેજની જાહેરાત કરી હતી. સાથે-સાથે મુખ્યમંત્રી નિતિશકુમાર અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ આજે બિહાર માટે ૧.૨૫ લાખ કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યું હતું. પેકેજની જાહેરાત કર્યા બાદ મોદી અસલ રંગમાં દેખાયા હતા. બિહારની યાત્રા દરમિયાન તેઓએ આક્રમક ચુંટણી પ્રચાર કરીને હરીફો સામે પ્રહારો કર્યા હતા.મોદીએ કહ્યું હતું કે, નવા બિહારની રચના કરવાનો…

Read More