મેટરનિટી લીવ વધારીને ૨૪ સપ્તાહ કરવા તૈયારી

સરકાર મેટરનીટિ બેનિફઇટ એક્ટ હેઠળ મેટરનીટી લીવની અવધિને વધારીને ૧૨ સપ્તાહથી ૨૪ સપ્તાહની યોજના ધરાવે છે. સંસદમાં આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે. શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, મેટરનીટી બેનિફિટ એક્ટ ૧૯૬૧ હેઠળ વર્તમાન મેટરનીટી લીવને ૧૨ સપ્તાહથી વધારીને ૨૪ સપ્તાહ કરી દેવા ઉપર વિચારણા ચાલી રહી છે.
વર્તમાન કાયદાની કલમ ૫(૩)ની જોગવાઈ મુજબ એક કામ કરતી મહિલાને ૧૨ સપ્તાહની મેટરનીટી લીવ મેળવવાનો અધિકાર છે જેમાંથી છ સપ્તાહ રજા ડિલિવરી અપેક્ષીત તારીખની પહેલા મળશે. મંત્રીએ કહ્યું છે કે, બોનસને બે ગણી કરવા અને નોકરી વચ્ચે ગેજ્યુએટીને પોર્ટેબલ બનાવવાને લઇને કોઇ સંબધિત દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવી રહી નથી. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ ૧૯૬૨માં જોગવાઈ છે કે, ૨૦ અથવા તેનાથી વધારે કર્મચારી ધરાવનાર સંસ્થા લાભ થવાની સ્થિતિમાં કર્મચારીને બોનસ આપશે. ઉપરાંત બોનસ આપવા માટે કેટલાક અન્ય પરિબળો પણ જોડાયેલા છે. આ કાયદાની કલમ ૧૦ હેઠળ ઇન્ડસ્ટ્રી અને પ્રતિષ્ઠાન દ્વારા ઓછામાં ઓછા ૮.૩૩ ટકા બોનસ આપવાની જોગવાઈ રહેલી છે.
આ કાયદાની કલમ ૩૧એ હેઠળ કોઇપણ કર્મચારીને પ્રોડક્ટિવીટી સાથે જોડાયેલા બોનસ સહિત મહત્તમ બોનસ કોઇ એક નાણાકીય વર્ષમાં ૨૦ ટકાથી વધારે આપી શકાય તેમ નથી. વર્તમાન કાયદા મુજબ કોઇ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કર્મચારીઓનો પગાર ૧૦૦૦૦ રૂપિયાથી વધારે ન હોય તો તેઓ બોનસ મેળવવાના હકદાર છે.

Leave a Comment

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>