ભારત-શ્રીલંકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ જંગ

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ જંગ

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ગાલેના મેદાન પર શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ શ્રીલંકા ઘરઆંગણે ભવ્ય દેખાવ કરવા માટે તૈયાર છે. બન્ને ટીમો સંતુલિત હોવાથી શ્રેણી રોમાંચક બની શકે છે. ભારતે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી છેલ્લા ૨૨ વર્ષથી જીતી નથી. ૧૯૯૩માં ભારતે છેલ્લી વખત ૧-૦થી ટેસ્ટ…

Read More

મેટરનિટી લીવ વધારીને ૨૪ સપ્તાહ કરવા તૈયારી

મેટરનિટી લીવ વધારીને ૨૪ સપ્તાહ કરવા તૈયારી

સરકાર મેટરનીટિ બેનિફઇટ એક્ટ હેઠળ મેટરનીટી લીવની અવધિને વધારીને ૧૨ સપ્તાહથી ૨૪ સપ્તાહની યોજના ધરાવે છે. સંસદમાં આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે. શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, મેટરનીટી બેનિફિટ એક્ટ ૧૯૬૧ હેઠળ વર્તમાન મેટરનીટી લીવને ૧૨ સપ્તાહથી વધારીને ૨૪ સપ્તાહ કરી દેવા ઉપર વિચારણા ચાલી રહી છે. વર્તમાન કાયદાની કલમ ૫(૩)ની જોગવાઈ મુજબ એક કામ કરતી મહિલાને ૧૨ સપ્તાહની મેટરનીટી લીવ મેળવવાનો અધિકાર છે જેમાંથી છ…

Read More

ભારતમાં ૧૫૦૦થી વધુ ત્રાસવાદી ઘુસણખોરીની પેરવીમાં

ભારતમાં ૧૫૦૦થી વધુ ત્રાસવાદી ઘુસણખોરીની પેરવીમાં

તાજેતરમાં પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલા હુમલાથી સાબિતી મળી છે કે પાકિસ્તાન ફરી એકવાર બન્ને રાજ્યોમાં આંતક મચાવવાની યોજના ધરાવે છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કરીને ભારતમાં મોટા પાયે ત્રાસવાદીઓને ઘુસાડી દેવાની યોજના પાકિસ્તાન પહેલાથી જ ધરાવે છે પરંતુ હવે તેમાં વધારો થયો છે. જમ્મ કાશ્મીરમાં ભાજપ-પીડીપી સરકાર આવ્યા બાદ ત્રાસવાદીઓ વધારે દહેશત ફેલાવવાની યોજના ધરાવે છે. કેટલાક અહેવાલમાં આ બાબતને સમર્થન મળી ચુક્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અંકુશ રેખા…

Read More

વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા

વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા

 ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઇમાં જન્મેલા સુંદર પિચાઈનેઉલ્લેખનીય સફળતા બદલ આજે અભિનંદન આપ્યા હતા. સુંદર પિચાઈની ગુગલના સીઈઓ તરીકે આજે નિમણૂંક કરવામાં આવી હતી. મોદીએ ટિ્‌વટર ઉપર કહ્યં હતું કે, તેઓ સુંદર પિચાઈને અભિનંદન આપે છે. તેમની શુભેચ્છા નવી ભૂમિકા સાથે તેમની સાથે છે. આઈટીની મહાકાય કંપનીમાં ટોપ પોસ્ટ ઉપર પહોંચેલા પિચાઈ બીજા ભારતીય છે. આ અગાઉ હૈદરાબાદમાં જન્મેલા સત્ય નાડેલા ફેબ્રુઆરી ૨૦૧૪માં માઇક્રોસોફ્ટનો સીઈઓ બન્યા હતા. અમ્બ્રેલા કંપની જેને આલ્ફાબેટ તરીકે ગણવામાં આવશે તેની…

Read More