ચેન્નાઇના સુંદર પિચાઇ બન્યા ગૂગલના સીઇઓ

ભારતીય મૂળના સુંદર પિચાઈએ વિશ્વના મંચ ઉપર પોતાની કુશળતા સાબિત કરી છે. વધુ એક ભારતીય વિશ્વસ્તર પર ભારતનું નામ કર્યું છે. ભારતીય મૂળના સુંદર પિચાઈ મહાકાય ગુગલ કંપનીમાં નવા સીઈઓ બની ગયા છે. ગૂગલે કંપનીમાં મોટા ફેરફાર કરીને પિચાઈને નવા સીઈઓ બનાવવાની જાહેરાત કરી છે. ભારતમાં જન્મેલા સુંદર પિચાઇ એક વ્યાપક પુનઃરચના હેઠળ ગુગલમાં નવા સીઈઓ રહેશે. કંપનીના સહસ્થાપક લેરી પેજે આઈઆઈટીના વિદ્યાર્થી રહી ચુકેલા પિચાઈની ઇચ્છા શક્તિ, કટિબદ્ધતા અને સમર્પણ ભાવનાની પ્રશંસા કરતા
કહ્યં છે કે, હવે સમય આવી ગયો છે જ્યારે પિચાઈ કંપનીની જવાબદારી સંભાળે.
એક ચોંકાવનારી ફેરરચનાની કવાયત હેઠળ પેજે નવી મૂળ કંપની આલ્ફાબેટની રચનાની જાહેરાત કરી હતી જે શેરબજારમાં ગુગલની જગ્યા લેશે અને ગુગલના તમામ શેર સ્વભાવિકરીતે જ આલ્ફાબેટના શેરમાં ફેરવાઈ જશે. આ શેરના અધિકાર પણ યથાવત રહેશે. ગુગલ આલ્ફાબેટની સંપૂર્ણ પ્રભુત્વ ધરાવનાર કંપની બનશે. આલ્ફાબેટના સીઈઓ પેજને અધ્યક્ષ સગ્રે બ્રિન રહેશે. આઈઆઈટી ખડકપુરમાં બીટેક, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ અને મેટેરિયલ સાયન્સમાં એમએસસી તેમજ વોર્ટન સ્કૂલમાંથી એમબીએ થયેલા ૪૩ વર્ષીય પિચાઈ આ અગાઉ ગુગલના ઇન્ટરનેટ કારોબારના પ્રોડક્ટ અને ટેકનોલોજીના પ્રભારી તરીકે હતા. તેઓ ગુગલના વર્ષ ૨૦૦૪માં નાયબ અધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. તેઓએ ગુગલના ક્રોમ બ્રાઉઝર, ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું.
માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા, ગુગલના કારોબારી ચેરમેન એક અસ્મિત અને ટેકનોલોજી ક્ષેત્રના અન્ય કારોબારીઓ સીઈઓના નવી જવાબદારી સંભળાવ બદલ સુંદર પિચાઈને આજે અભિનંદન આપ્યા હતા. ગુગલ દ્વારા ૪૪ વર્ષીય સુંદરની સીઈઓ બનવાની જાહેરાત કરી હતી ત્યારબાદ વિશ્વની ટોપ સોફ્ટવેર કંપનીમાં ભારતીય મૂળના લોકોનું પ્રભુત્વ વધુ વધ્યું છે. આ અગાઉ માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સત્ય નાડેલાને કંપની હેડની જવાબદારી અપાઈ હતી. પિચાઈ ઉપરાંત ગુગલમાં કામ કરનારમાં અમિત સિંઘલ, સલર કમંગર, શ્રીધર રામાસ્વામી બીજા ટોપના ભારતીયો છે.

Leave a Comment

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>