આઇએસમાં જોડાવા ઇચ્છુક શખ્સની અટકાયત કરી લેવાઇ

આઇએસમાં જોડાવા ઇચ્છુક શખ્સની અટકાયત કરી લેવાઇ

દિલ્હી પોલીસે મુંબઈ સ્થિત એક પત્રકારની ધરપકડ કરી છે. આ શખ્સ ઇરાક અને સિરિયામાં સક્રિય થયેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે ઇચ્છુક હતો. ઝડપાયેલા શખ્સની હવે પુછપરછ શરૃ કરવામાં આવી છે. અગાઉ મુંબઈ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે સોશિયલ મિડિયા ઉપર યાકૂબ મેમણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર પત્રકારની શોધખોળ હાથ ધરી હતી. સાથે સાથે ગુપ્તરીતે ઓપરેશન પણ ચલાવ્યું હતું. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવાની ઇચ્છા આ પત્રકાર વ્યક્ત કરી…

Read More

પોકમાં પાકિસ્તાનના અનેક જવાનોને ચીન દ્વારા તાલીમ

પોકમાં પાકિસ્તાનના અનેક જવાનોને ચીન દ્વારા તાલીમ

ભારતીય સુરક્ષા સંસ્થાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના જવાનો હાલમાં જમ્મુ કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર પાકિસ્તાની બાજુએ તેના જવાનોને ટ્રેનિંગમાં વ્યસ્ત છે. બીએસએફના ગુપ્તચર અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં દાવો કરાયો છે કે રાજોરી સેક્ટરના આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર ચીની જવાનો પાકિસ્તાની જવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે. હથિયાર અને અન્ય ટેકનિકલ ટ્રેનિંગ અપાઇ રહી છે. ચીની જવાનો ટ્રેનિંગ આપતા નજરે પડી ચુક્યા છે. આ કવાયત પાકિસ્તાનના અગ્રીમ સંરક્ષણ…

Read More

ગરીબોને આર્થિક સક્ષમ બનાવવાનો સંકલ્પઃ સીએમ

ગરીબોને આર્થિક સક્ષમ બનાવવાનો સંકલ્પઃ સીએમ

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગરીબ વર્ગોને મળવાપાત્ર અને તેના હક્કનું છે તે તેને આપવાનું દાયિત્વ રાજય સરકારે નિભાવીને કોઈ ઉપકારભાવ નહીં સેવા એ જ સાધનાનો ધ્યેય રાખ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અમે ગરીબી હટાવોના નારા નહિં. ગરીબને સાધન-સહાયનો આધાર આપી ગરીબી સામે મક્કમતાથી લડીને આર્થિક સક્ષમ બનાવવાનો સેવા સંકલ્પ કર્યો છે. મુખ્યમંત્રીએ ગરીબ કલ્યાણ મેળાની રાજયવ્યાપી આઠમી શ્રૃખંલાનો પ્રારંભ આણંદ જિલ્લાના બોચાસણથી કરાવતાં ૪૨૬૪ લાભાર્થીઓને ૪ કરોડ ૧૦ લાખ ૩૮…

Read More

ગરીબોની શક્તિ બની શકે હાથશાળઃ મોદી

ગરીબોની શક્તિ બની શકે હાથશાળઃ મોદી

પહેલા રાષ્ટ્રીય હાથશાળ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં.ચેન્નાઇમાં પહેલા હાથશાળ દિવસની શરૂઆત પર તેમણે કહ્યું કે ભારતના અનેક હાથશાળ ઉત્પાદનોનું ઘર છે.આપણે આપણા દૈનિક જીવનમાં હાથશાળનો ઉપયોગ કરી તેને પ્રોત્સાહ આપવું જોઇએ. તેમણે કહ્યું કે ખાદીનું વેચાણ ગત વર્ષની સરખામણીમાં ૬૦ ટકા ઉપર ચાલ્યો ગયો છે.લોકોને બે ઓકટોબરની યાદ અપાવતા વડાપ્રધાને કહ્યું હતું કે ગત વર્ષ મેં કારીગરોના જીવનને રોશન કરવા માટે ખાદી ઉત્પાદનોમાંથી એક આઇટમનો ઉપયોગ કરવાની તમને લોકોને અપીલ…

Read More

સંસદમાં મડાગાંઠ યથાવતઃ કામગીરી ઠપ્પ

સંસદમાં મડાગાંઠ યથાવતઃ કામગીરી ઠપ્પ

સંસદમાં છેલ્લા કેટલાક દિવસથી જારી મડાગાંઠનો અંત આવે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. કારણ કે કોંગ્રેસ અને ભાજપ બન્ને પોત પોતાનાવલણ પર મક્કમ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપે એક બીજા સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લલિત મોદી વિવાદ, વ્યાપમ કૌભાંડ, લોકસભામાં કોંગ્રેસના ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરવાને લિને ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. રાજ્યસભામાં આજે ધાંધલ ધમાલ યથાવત રહી હતી. આક્ષેપબાજીનો દોર જારી રહ્યો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે,…

Read More

પાકિસ્તાન દ્વારા ફરી એલઓસી પર ગોળીબાર

પાકિસ્તાન દ્વારા ફરી  એલઓસી પર ગોળીબાર

જમ્મુ કાશ્મીરના પુચ જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ અવિરત ગોળીબારનો દોર અવિરત જારી રાખ્યો છે. જેના પરિણામસ્વરૂપે અંકુશ રેખા નજીક રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. ભારતના પાકિસ્તાન પ્રત્યેના નબળા વલણના કારણે આ પ્રકારની સ્થિતી સર્જાઇ રહી છે. સેનાઅ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાને આ મહિનામાં ૧૨ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે હાલત કફોડી બનેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબારનો દોર યથાવતરીતે…

Read More

પાક.નો ઇનકાર પરંતુ નાવેદે ફૈસલાબાદનો હોવાનું કબૂલી લીધું

પાક.નો ઇનકાર પરંતુ નાવેદે ફૈસલાબાદનો હોવાનું કબૂલી લીધું

ઉધમપુરમાં થોડાક દિવસ પહેલા જ બીએસએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ જીવિત ઝડપાઈ ગયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદ યાકુબ દરરોજ પોતાના નિવેદનો બદલી રહ્યો છે. કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. સુરક્ષા સંસ્થાઓ પુછપરછ દરમિયાન નાવેદે કેટલાક મહત્વના રાજ પરથી પર્દાફાશ કર્યો છે જેનાથી સાબિત થાય છે કે, હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦ વર્ષીય ત્રાસવાદી નાવેદનું કહેવું છે કે, તે પાકિસ્તાનમાં ફૈંસલાબાદનો નિવાસી છે. આ શખ્સે પોતાના સાથીની ઓળખ નૌમાન…

Read More

યાકુબની ફાંસીનો બદલો લેવાશેઃ ટાઇગર મેમણ

યાકુબની ફાંસીનો બદલો લેવાશેઃ ટાઇગર મેમણ

મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓ પૈકીના એક અને માસ્ટર માઇન્ડ મુસ્તાક ટાઇગર મેમણના સંદર્ભમાં નવો ખુલાસો થયો છે. ટાઇગર મેમણે યાકૂબને ફાંસી અપાઇ તેના દોઢ કલાક પહેલા પોતાની માતા અને પરિવારના બીજા સભ્યો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં ટાઇગર મેમણે યાકૂબનો બદલો લેવાની વાત પણ કરી હતી. ટાઇગર મેમણે એ દિવસે સવારે ૫.૩૦ વાગે ફોન કર્યો હતો અને માતા સાથે આશરે ત્રણ મિનિટ સુધી વાતચીત કરી હતી. ટાઇગર મેમણે પરિવારને સાત્વના…

Read More