હિરોસીમા પરમાણુ બોમ્બ હુમલાને ૭૦ વર્ષ પૂર્ણ થયા

હિરોસીમા પરમાણુ બોમ્બ હુમલાને ૭૦ વર્ષ પૂર્ણ થયા

જાપાનના હિરોસીમા પર ઝીંકવામાં આવેલા પરમાણુ બોમ્બને આજે ૭૦ વર્ષ થઇ ગયા છે પરંતુ તેની દુખદ યાદો હજુ પણ તાજી છે. આજે હુમલાની વરસીના દિવસે માર્યા ગયેલા લોકોને અંજલિ આપવામાં આવી હતી. જાપાનના શહેર હિરોસીમામાં આજે પરમાણુ બોમ્બ ઝીંકવાના કારણે થયેલા અભૂતપૂર્વ નુકશાનની ૭૦મી વરસીના દિવસે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરમાણુ બોમ્બની વિનાશકતાની યાદ લોકોના દિલોદિમાંગ ઉપર તાજી થઈ ગઈ હતી. દેશમાં પરમાણુ ટેકનોલોજીથી ડિઝાસ્ટર સામે જાપાન હજુ પણ લડી રહ્યું છે….

Read More

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ત્રાસવાદીઓએ હવે કાશ્મીર ખીણના બદલે જમ્મુમાં પોતાની ગતિવિધીઓ વધારી દીધી હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં હિન્દુ દક્ષિણપંથી પાર્ટીઓની વધી રહેલી સક્રિયતાના કારણે ત્રાસવાદીઓમાં હવે ફફડાટ ફેલાઇ ગયો છે. આવી સ્થિતીનો સામનો કરવા માટે ત્રાસવાદીોએ હવે નિતી બદલી છે. જેના ભાગરૂપે કાશ્મીર ખીણમાં ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે જમ્મુમાં તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા પણ આ મુજબની વાત કરવામાં આવી છે. જમ્મુ શહેરથી ૬૦ કિલોમીટરના અંતરે…

Read More

કચ્છ સરહદેથી પાક. ઘુસણખોર ઝડપાયો

કચ્છ સરહદેથી પાક. ઘુસણખોર ઝડપાયો

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક પાકિસ્તાની ત્રાસવાદીને જીવતો પકડી લેવામાં આવ્યાના એક દિવસ બાદ ગુજરાતમાં કચ્છ સરહદ નજીક પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડવામાં સફળતા મેળવી છે. સુરક્ષા દળો દ્વારા તેમની આકરી પુછપરછ હાથ ધરાઈ છે. ૧૫મી ઓગસ્ટ નજીક છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. કોઇપણ અનિચ્છનીય બનાવને રોકવા તમામ પગલા લેવાયા છે. કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પરથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા બુધવારે સવારે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લેવામાં આળ્યો હતો. વિઘાકોટ પાસે બોર્ડર…

Read More

કારચાલકે ત્રણ યુવાનની જિંદગી હણી

કારચાલકે ત્રણ યુવાનની જિંદગી હણી

જસદણના ગોખલાણા રોડ પર આજે સવારે કાર ચાલકે ત્રીપલસ્વારી વાળા ત્રણ બાઇકને એકી સાથે ઉલાળતા ત્રણ હિરાઘસુ યુવાનોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં કાર ચાલક અને અન્ય ૬ વ્યકિતઓને ઇજા થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ગોખલાણા રોડ ઉપર ગોખલાણા ચોકડી નજીક આજે સવારે એક વેગનઆર કાર ચાલકે ત્રિપલસ્વારીવાળા ત્રણ બાઇકને એકીસાથે ઉલાળતા બાઇકમાં બેઠેલા જયેશ પ્રાગજીભાઇ કોળી પરમાર (ઉ.વ.૧૮) રહે. ગઢળીયા, ધર્મેશ દયાળજી રાછડીયા રહે. ખંભાળા તથા દેવશી ચના શિયાળ રહે….

Read More

બ્રોડના તરખાટ સામે કાંગારુ ઘૂંટણિયેઃ ૬૦ રનમાં તંબૂભેગું

બ્રોડના તરખાટ સામે કાંગારુ ઘૂંટણિયેઃ ૬૦ રનમાં તંબૂભેગું

નોટિંગ્હામ ટ્રેન્ટબ્રિજ ખાતે શરૂ થયેલી એશીઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તેના પ્રથમ દાવમાં માત્ર ૬૦ રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ જતાં સનસનાટી મચી ગઈ હતી. જો કે, ઓસ્ટ્રેલિયા આ પહેલા પણ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે આનાથી ઓછા જુમલે ઓલઆઉટ થઇ ચુકી છે. ૨૯મી મે ૧૯૦૨ના દિવસે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે બર્મિગ્હામમાં ૩૬ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ જ ૧૮૮૮માં ઇઁગ્લેન્ડ સામે સિડનીમાં ૪૨ રનમાં પણ ઓલઆઉટ થઇ હતી પરંતુ…

Read More

લલિત મોદીની કેન્સરપીડિત પત્નીની મદદ કર્યાનો સુષ્માએ સ્વીકાર કર્યો

લલિત મોદીની કેન્સરપીડિત પત્નીની  મદદ કર્યાનો સુષ્માએ સ્વીકાર કર્યો

૨૧મી જુલાઇથી શરૂ થયેલા ચોમાસુ સત્રના બે અઠવાડીયા સુધી લોકસભા અને રાજયસભામાં જે લલિત ગેટ પ્રકરણ માટે કોંગ્રેસ સહિતના કેટલાક વિરોધ પક્ષોએ સંસદના બંન્ને ગૃહોમાં ધાંધલ ધમાલ કરી હતી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું રાજીનામુ આપ્યા બાદ જ સંસદની કાર્યવાહી ચલાવવાનો આગ્રહ રાખીને સંસદમાં ધાંધલ ધમાલ થઇ હતી. લોકસભામાં હાથમાં પ્લે કાર્ડ લઇને સુત્રોચ્ચાર કરતાં કોંગ્રેસના ૨૫ સભ્યોને પાંચ દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સમગ્ર વિરોધ પક્ષે સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ…

Read More