કેટરિના કૈફને લગ્નની કોઇ જ ઉતાવળ નથી

બોલિવુડની નંબર વન અભિનેત્રી અને સૌથી વધુ માંગ ધરાવતી સ્ટાર કેટરીના કેફ હાલમાં લગ્ન અંગે કોઇ યોજના ધરાવતી નથી. સલમાન સાથે કેટલાક વર્ષો સુધી સંબંધ રહ્યા બાદ તેમની વચ્ચે હવે હાલમાં કોઇ સંબંધ નથી. જો કે રણબીર કપુર સાથે તે વારંવાર નજરે પડી રહી છે. રણબીર સાથે તે લગ્ન કરી લેશે તેમ ચાહકો પણ માની રહ્યા છે. જો કે કેટરીના પોતાના લગ્ન અંગે કોઇ વાત કરવા તૈયાર નથી. તે બોલિવુડ કેરિયરને વધુ સફળ કરવા ઇચ્છુક છે. તેની પાસે તમામ મોટી ફિલ્મો જ આવી રહી છે ત્રણેય ખાન સાથે સુપરહિટ ફિલ્મો કરી ચુકેલી કેટરીનાની છેલ્લે બેંગ બેંગ રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તે બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરીને ટોપ ક્લાસ અબિનેત્રી તરીકે રહેવા ઇચ્છુક છે.રણબીર કપૂરની સાથેના સંબંધોનો લઈને ચર્ચમાં રહી ચૂકેલી ધુમ-૩ની અભિનેત્રી કેટરીના કૈફે કહ્યું છે કે તે હાલમાં લગ્નનો કોઈ ઇરાદો ધરાવતી નથી. તેનું કહેવું છે કે તે હાલમાં તેની પાસે રહેલી ફિલ્મો ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. રણબીર કપૂર સાથે બિકીનીમાં પોતાના ફોટાઓના સંદર્ભમાં કહ્યું છે કે આ ફોટાઓ તેના અંગત લાઈફ સાથે સંબંધિત છે. મીડિયામાં તેના ફોટાઓ લીગ થયા બાદ પ્રશ્નોનો મારો ચાલ્યો હતો.

ધૂમ-૩માં તે બોલિવૂડના પરફેક્ટનિષ્ટ આમિર ખાન સાથે તે કામ કરી ચુકી છે. આમિર ખાન સાથે પોતાની પ્રથમ ફિલ્મને મળેલી સફળતાથી તેઓ ખુબ ખુશ છે.
કેટરીના કૈફ હવે બોલિવૂડના ત્રણ સૌથી મોટા ખાન સાથે કામ કરી ચૂકી છે જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનો સમાવેશ થાય છે. આ તક બોલિવૂડની ખૂબ ઓછી અભિનેત્રીઓને મળી છે. હાલ સૌથી લોકપ્રિય રહેલી દીપિકા અને પ્રિયંકા ચોપડાને પણ ત્રણે ખાન સાથે કામ કરવાની તક મળી નથી. ધૂમ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર નવા રેકોર્ડ સર્જી ચુકી છે. તેની સતત તમામ ફિલ્મો સફળ સાબિત થઇ રહી છે.

Leave a Comment

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>