એકાગ્રતા વધારવામાં સ્માર્ટફોનનો ઉપયોગ ફાયદાકારક

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન બુદ્ધિ શક્તિ વધારે છે તથા હોશિયાર બનાવવામાં ભૂમિકા ભજવે છે. સ્માર્ટ ફોનના ઉપયોગને કેટલાક લોકો ધ્યાન ભંગ કરનાર તરીકે ગણે છે પરંતુ નવા ભારત અમેરિકન સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન ધ્યાનને વધારવામાં અને વધુ સક્રિય રહેવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
યુનિવર્સિટી ઓફ મિશીગનમાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર જસપ્રીતસિંહના જણાવ્યા મુજબ સ્માર્ટ ફોનના કારણથી લોકો પોતાના કામ ઉપર અથવા ઘરે રહેતી વેળા પોતાને વધારે સાવધાન અનુભવ કરે છે અને આના કારણે કેટલાક હેતુ પણ પૂરા કરી શકે છે. સિંહે એક નિવેદનમાં કહ્યું છે કે અમે એક એવા સમાજમાંથી આવીએ છીએ જ્યાં ગેજેટ અથવા જ્ઞાનની કમી નથી. પરંતુ હકીકતમાં બેદરકારી વધારે રાખવામાં આવે છે.
ટેન્શનની સ્થિતિમાં ભૂલવાની પ્રવૃત્તિ હોય છે પરંતુ સ્માર્ટ ફોન આમા મદદરૂપ થઈ શકે છે. સિંહે પોતાના ક્લાસમાં વિદ્યાર્થીઓને એવા મોબાઈલ એપ તૈયાર કરવા કહ્યું હતું જે યુઝરને ફિટ રહેવામાં મદદરૂપ સાબિત થઈ શકે. તેમની ટીમે જે એપ તૈયાર કર્યા છે તે લોકોને યોગ્ય સમયે સંદેશાઓ મોકલે છે. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સિનિયર સિટીઝનો માટે બેલેન્સ નામનું સાધન વિકસાવવામાં આવ્યું છે જે હેઠળ યુઝર સરળતાથી મેસેજો મોકલી શકે છે અને નિયમિત રીતે કસરત સાથે જોડાયેલી નાની નાની વિડીયો નીહાળી શકે છે. વી એડીએશન નામના એપ મારફતે મહિલાઓને સગર્ભા ગાળા વેળાની જરૂરી ટીપ્સ મળે છે. જોગલ એપ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે યુઝરને સક્રિય રાખવામાં મદદરૂપ સાબિત થાય છે

Leave a Comment

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>