ફાંસીની સજા નાબૂદ કરવા ટૂંક સમયમાં ભલામણ કરાશે

ફાંસીની સજા નાબૂદ કરવા  ટૂંક સમયમાં ભલામણ કરાશે

કેન્દ્રિય લો કમીશન ટુંક સમયમાં જ મૃત્યુદંડની સજાને નાબુદ કરવા માટેની ભલામણ કરવા માટે તૈયાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ લો કમીશન દ્વારા ૨૭૨ પાનાનો અહેવાલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ મુસદ્દા હેવાલને તૈયાર કરવામાં આવ્યા બાદ તેના સભ્યોમાં પેપરો આપી દેવામાં આવ્યા છે. હવે આગામી સપ્તાહમાં સરકારને અહેવાલ સુપ્રત કરવામાં આવે તેવી શક્યતા છે. લો કમીશન મૃત્યુદંડની સજાને નાબુદ કરવા માટે ભલામણ કરવા માટે તૈયાર છે. જો કે ત્રાસવાદી કેસોમાં દોષિત જાહેર થયેલા અપરાધીને…

Read More

નીતિશની મફત વીજળી-પાણીની ચૂંટણીલક્ષી જાહેરાત

નીતિશની મફત વીજળી-પાણીની ચૂંટણીલક્ષી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર માટે સવા લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યા બાદ આના જવાબમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આગામી પાંચ વર્ષ માટે આજે ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી. જેમાં દરેક પરિવારને મફત વિજળી અને પાણી કનેક્શન આપવાની બાબતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના આ વીઝનમાં તેમના નવા મિત્ર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છાપ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. વડાપ્રધાનના ખાસ પેકેજ પર પ્રતિક્રિયા આપતાં નીતિશકુમારે કહ્યું હતું કે, આંકડાઓ બિનજરૂરીરીતે વધારે દર્શાવવામાં આવ્યા…

Read More

કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ફરિયાદ નોંધાવશે

કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ફરિયાદ નોંધાવશે

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલ શીલા દીક્ષિત વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ સરકાર પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની તૈયારી કરી રહી છે. શીલા દીક્ષિત ઉપરાંત પાણી પુરવઠા બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ મતીન અહેમદ, ભીષ્મ શર્મા અને શીલા દીક્ષિતની સરકારના તે વખતના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કેજરીવાલ સરકાર એફઆઈઆર દાખલ કરાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. દિલ્હી સરકાર શીલા દીક્ષિત વિરુદ્ધ ૪૦૦ કરોડના પાણીના ટેન્કરો ખરીદવામાં આચરવામાં આવેલ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે. કેજરીવાલ સરકારે આશરે દોઢ મહિના પહેલા આ…

Read More

ઇન્દ્રાણીએ શીનાની હત્યાનું અગાઉથી જ કાવતરું રચ્યું હતું

ઇન્દ્રાણીએ શીનાની હત્યાનું  અગાઉથી જ કાવતરું રચ્યું હતું

બહુચર્ચિત સીના બોરા મર્ડર મીસ્ટ્રી પ્રકરણમાં પોલીસ તપાસ દરમ્યાન એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. સીના બોરાની હત્યા અંગે તેની માતા ઇન્દ્રાણી મુખરજીએ બનાવના આઠ દિવસ પૂર્વે કાવત્રુ ઘડયું હતું અને આ કાવત્રામાં તેણે પોતાના પૂર્વ પતિ સંજીવ ખન્ના તથા ડ્રાઇવર શ્યામ રાયની પણ મદદ લીધી હતી. તપાસનીશ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઇન્દ્રાણી મુખર્જીએ ૨૩ એપ્રિલ-૨૦૧૨એ પોતાના પૂર્વ પતિ સંજીવ ખન્નાને કોલકત્તાથી મુંબઇ બોલાવ્યો હતો અને વર્લીની એક હોટલમાં ઉતારો આપ્યો હતો. તે જ દિવસે…

Read More

LOC પર પાક.નો ભીષણ ગોળીબારઃ ત્રણનાં મોત

LOC પર પાક.નો ભીષણ ગોળીબારઃ ત્રણનાં મોત

જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કરતા ત્રણ નાગરિકના મોત થયા છે અને ઓછામાં ઓછા ૨૨ લોકો ઘાયલ થયા છે. જે પૈકીના કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. પાકિસ્તાનના ગોળીબારમાં મૃત્યુ પામેલા નાગરિકોની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં ૪૫ વર્ષીય સુભાષચંદ્ર, ૪૨ વર્ષીય બિમલા દેવી અને ૫૫ વર્ષીય પવનકુમારનો સમાવેશ થાય છે. સુભાષચંદ્ર અને બિમલા દેવી સાંઈખુર્દ ગામના નિવાસી છે. જ્યારે પવનકુમાર અબ્દુલ્લીયન ગામમાં…

Read More

તિહાર જેલની સ્થિતિ ટાઇમબોમ્બ જેવી બની ગઇ છે

તિહાર જેલની સ્થિતિ ટાઇમબોમ્બ જેવી બની ગઇ છે

તિહાર જેલ આજે ટાઇમ બોમ્બ બની ચુકી છે. જેલમાં ૨૦થી વધારે ખુબ ખતરનાક ગેંગ સક્રિય થઇ ચુકી છે. પૈસા આપવાની સ્થિતીમાં આ ગેંગના સભ્યો મોબાઇલ, કુલર, પોર્ન અને જાતિય સતામણીતી તમને બચાવી શકે છે. એટલુ જ નહી બલ્કે જેલની અંદર અને બહાર હત્યા સુધીના કાવતરા તૈયાર કરે છે. ગયા મહિનામાં તિહાર જેલ નંબર એકમાં હિંસક ગેંગવોરની સ્થિતી સર્જાઇ હતી. છ કેદીના એક ગ્રુપે હરિફ ગેંગના સભ્યો પર બ્લેડ્‌સ અને ચમચીઓથી હુમલો કરી દીધો હતો. બ્લેડ્‌સ…

Read More

ઝકીઉર રહેમાન લખવી પાકિસ્તાની સેનાના કમાન્ડોની સુરક્ષા હેઠળ

ઝકીઉર રહેમાન લખવી પાકિસ્તાની સેનાના કમાન્ડોની સુરક્ષા હેઠળ

પાકિસ્તાનમાં મોટા પાયે સક્રિય રહેલા ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની સરકાર અને સેના વચ્ચે સીધી સાંઠગાંઠના વધુ નક્કર પુરાવા હવે હાથ લાગ્યા છે. કારણ કે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ જાકીઉર રહેમાન લખવીને પાકિસ્તાની સેનાના કમાન્ડો સુરક્ષા આપી રહ્યા છે. લાહોર નજીક સુરક્ષિત અડ્ડામાં તે રહે છે. આઇએસઆઇ દ્વારા તેને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ તેને પાકિસ્તાની સેના કમાન્ડો સાદા વસ્ત્રોમાં ૨૪ કલાક સુરક્ષા આપી રહ્યા છે. લખવીને ૧૦મી એપ્રિલના દિવસે જેલમાંથી મુક્ત…

Read More

ગુસ્સાની રાજનીતિને લીધે ગુજરાતમાં હિંસાઃ રાહુલ ગાંધી

ગુસ્સાની રાજનીતિને લીધે  ગુજરાતમાં હિંસાઃ રાહુલ ગાંધી

પટેલોના અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલી હિંસાના મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કરતાં કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીની ગુસ્સાની રાજનીતિના કારણે આ પરિણામ મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં શક્તિના વધુ પ્રમાણમાં કેન્દ્રીયકરણના પરિણામે સમગ્ર વ્યવસ્થાની કામગીરીને નુકશાન થઈ રહ્યું છે. રાહુલે કહ્યું હતું કે,મોદી પર વચનો પુરા નહીં કરવાના આક્ષેપો ચારેયબાજુ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના નાયબ અધ્યક્ષે શ્રીનગરથી ૨૫…

Read More

કેન્દ્રની સ્માર્ટસિટીની યાદીમાં ‘રંગીલા’ રાજકોટનો સમાવેશ

કેન્દ્રની સ્માર્ટસિટીની યાદીમાં ‘રંગીલા’ રાજકોટનો સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ દેશના ૯૮ સ્માર્ટ સીટીની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના ૬ શહેરોનો સમાવેશ થયો છે. જે શહેરો પૈકી રંગીલા રાજકોટનો પણ સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનો વિકાસ દિનપ્રતિદિન સીમાડા વટાવી રહ્યો છે જે વિકાસને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે પોતાની મહત્વપૂર્ણ યોજના સ્માર્ટ સીટીમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી યોજના અંતર્ગત રાજકોટનો સમાવેશ થતાં રાજકોટના વિકાસને એક નવી ક્ષીતિજ પ્રાપ્ત થશે તેમજ વિકાસની નવી…

Read More

સેન્સેક્સમાં ‘અચ્છે દિન’ ૫૧૭ પોઇન્ટનો ફરી સુધારો

સેન્સેક્સમાં ‘અચ્છે દિન’  ૫૧૭ પોઇન્ટનો ફરી સુધારો

શેરબજારમાં આજે જોરદાર રિકવરી રહી હતી. જેથી કારોબારીઓએ રાહતનો દમ લીધો હતો. યુએસ ફેડરર રિઝર્વ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર માટે સુચિત વ્યાજદરને લઈને હાલ કોઈ ગણતરી ચાલી રહી નથી. બીજીબાજુ વૈશ્વિક બજારોમાં પણ તેજીનું મોજું ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૫૧૭ પોઈન્ટ રિકવર થઈને ૨૬૨૩૧ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૯ પોઈન્ટ ઉછળીને ૭૯૪૯ની સપાટીએ પહોંચ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ સારી સ્થિતિ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૫ ટકા સુધીનો…

Read More
1 2 3 16